Home> India
Advertisement
Prev
Next

New Year 2021: દેશભરમાં નવા વર્ષનો જશ્ન, PM મોદી સહિત આ નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

નવું વર્ષ 2021 (New Year 2021) આજથી શરૂ થઈ ગયું. દુનિયાભરના લોકો નવા વર્ષ 2021ના આગમનની ઉજવણીમાં ડૂબેલા છે. એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. લોકોએ નવી આશાઓ વચ્ચે નવા વર્ષ 2021નું સ્વાગત કર્યું. લોકો પોતાના પરિજનો, ચાહકો અને મિત્રો માટે નવું વર્ષ 2021 સારું રહે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ભારતમાં પણ હર્ષોલ્લાસ અને સકારાત્મકતા સાથે નવું વર્ષ 2021ની શરૂઆત થઈ. 

New Year 2021: દેશભરમાં નવા વર્ષનો જશ્ન, PM મોદી સહિત આ નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હી: નવું વર્ષ 2021 (New Year 2021) આજથી શરૂ થઈ ગયું. દુનિયાભરના લોકો નવા વર્ષ 2021ના આગમનની ઉજવણીમાં ડૂબેલા છે. એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. લોકોએ નવી આશાઓ વચ્ચે નવા વર્ષ 2021નું સ્વાગત કર્યું. લોકો પોતાના પરિજનો, ચાહકો અને મિત્રો માટે નવું વર્ષ 2021 સારું રહે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ભારતમાં પણ હર્ષોલ્લાસ અને સકારાત્મકતા સાથે નવું વર્ષ 2021ની શરૂઆત થઈ. 

fallbacks

કોરોનાની દહેશત વચ્ચે દુનિયાભરમાં નવા વર્ષનું જોરદાર સ્વાગત, ઉજવણીના PHOTOS

આ બધા વચ્ચે દેશના રાજનેતાઓ અને મહત્વપૂર્ણ લોકોએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) , રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) , ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિહ અનેક લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. જાણો કોણે શું કહ્યું....

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાઠવી શુભેચ્છા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે નવું વર્ષ એક નવી શરૂઆત કરવાનો અવસર હોય છે અને વ્યક્તિગત તથા સામૂહિક વિકાસના આપણા સંકલ્પને બળ આપે છે. કોવિડ-19થી ઊભા થયેલા પડકારોનો આ સમય આપણા બધા માટે એકજૂથ થઈને આગળ વધવાનો સમય છે. આવો આપણએ બધા મળીને પ્રેમ અને કરુણાની ભાવનાથી એક એવો સમાવેશી સમાજ બનાવવાની દિશામાં કામ કરીએ જ્યાં શાંતિ અને સદભાવને પ્રોત્સાહન મળે. તેમણે કહ્યું કે મારી કામના છે કે તમે બધા સ્વસ્થ અને સુરક્ષિત રહો અને નવી ઉર્જા સાથે આપણા દેશની પ્રગતિના જોઈન્ટ લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધો. 

PM મોદીએ પણ કરી ટ્વીટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે તમને 2021ની હાર્દિક શુભકામનાઓ! આ વર્ષ સારું સ્વાસ્થ્ય, આનંદ અને સમૃદ્ધિ લાવે. આશા અને કલ્યાણની ભાવના પ્રબળ થાય. 

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુભકામના આપી
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ  કરીને કહ્યું કે નવા વર્ષ 2021ની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. પ્રભુ શ્રી રામને કામના છે કે આ વર્ષ માનવતા માટે આનંદમય, શાંતિમય, સુખમય, આરોગ્યમય અને મંગલમય હોય. આવો નવા વર્ષમાં આપણે બધા સમર્થ, આત્મનિર્ભર, અને સમાવેશી નવું ભારત તથા નવા ઉત્તર પ્રદેશના નિર્માણ માટે પ્રતિબદ્ધ થઈએ. 

રાજનાથ સિંહે પણ ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છા
રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે તેમને  બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આ વર્ષ તમારા માટે અને સમગ્ર પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવ એ મારી તમને શુભકામનાઓ છે. 

ઉપરાષ્ટ્રપતિ નાયડુએ શ્લોક ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છા
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ નવા વર્ષ 2021ની શુભકામનાઓ ટ્વીટ કરીને કહ્યું કે વૈદિક ઋષિઓએ 2000 વર્ષ પહેલા પ્રાર્થના કરી હતી- 'भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः। स्थिरैरङ्गैस्तुष्टुवाँसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः' આમ તો આપણએ શુભ સમાચાર સાંભળવા, સુખદ ચીજો જોવા અને આવનારા નવા વર્ષ 2021માં આપણું જીવન સાર્થક અને શાંતિપૂર્ણ પસાર કરીએ. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More